સુરત અખિલ ભારતીય કોળી સમાજ નો આજે કામરેજ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ રહેલ છે. સુવર્ણ જયંતિ મહોત્સવ પહેલા જ વિવાદ દેખાયો છે. કોળી સમાજ ના કુંવરજી બાવળિયા અને ચંદ્રવદન પીઠવાળા ગ્રુપ દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ નો બહિષ્કાર કર્યો છે.

અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રમુખ અજિત કોન્ટ્રાક્ટર દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ નું આયોજન કરાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વર્ચ્યુઅલી આ કાર્યક્રમ માં હાજરી આપવાના છે. જો કે કુંવરજી બાવળિયા આગામી દિવસોમાં જસદણ ખાતે વડાપ્રધાન મોદી ના કાર્યક્રમ ની તૈયારીમાં વ્યસ્ત હોવાનું સુત્રો કહી રહ્યા છે.

બીજી તરફ કુંવરજી બાવળિયા અને અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રમુખ અજિત પટેલ વચ્ચે વૈમનસ્ય પણ ચર્ચામાં છે. જ્યારે અખિલ ભારતીય કોળી સમાજ ના બીજા દિગગજ ચંદ્રવદન પીઠવાળા પણ અજિત કોન્ટ્રાકટર થી નારાજ છે. ચંદ્રવદન પીઠવાળાએ અજિત કોન્ટ્રાક્ટર ઉપર પીઠવાળા ફેમિલીમાં બે ભાગ કરાવવા પ્રયાસ આક્ષેપ કર્યા છે.