કોરોના સંક્રમણના કારણે ખેડાના કઠલાલ ફાગવેલનો મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે. કોરોનાને લઈ સરકારની ગાઈડ લાઇન મુજબ ભાથીજી મંદિરનો મેળો બંધ રહેશે.

કોરોનાના કારણે ફાગવેલ ટ્રસ્ટી મંડળે આ નિર્ણય લીધો છે. દેવ દિવાળી નો સાત દિવસીય મેળો બંધ રહેશે. 28 નવેમ્બર થી 6 ડિસેમ્બરનો મેળો બંધ રહેશે. સવારે 7 થી સાંજના 6 સુધી સોશિયલ ડિસ્ટન્સ મુજબ ફક્ત દર્શન કરી શકાશે. સાંજના 6 વાગ્યા બાદ ફાગવેલ મંદિર બંધ રહેશે. કોરોનાને લઈ લોકહિતમાં ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.