માન. મહેસૂલમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાણવવામાં આવ્યું છે કે, ખેડૂતોની જમીનના સર્વે બાબતે અનેક વાર પ્રશ્ન ઉભા થયા છે. સર્વે અને રી સર્વે બાબતે ચિંતા નહિ કરવા કહ્યું છે. જે 1886 માં સર્વેની શરૂઆત થઈ છે. 1920 માં પૂર્ણ કરવામાં આવી છે. ત્યાર બાદ કેટલાક પ્રશ્ન ઉપસ્થિત થયા છે. ગુજરાત એક માત્ર રાજ્ય છે જે ફિલ્ડમાં જઈને પોઇન્ટ ટુ પોઇન્ટ સર્વે હાથ ધર્યો છે. જેમને આધુનિક સાધનોથી સર્વે કર્યો છે. સર્વેની ટીમે ગામે ગામે જઈને ગ્રામસભા કરી હતી. 2016 થી રી સર્વેની મુદત ચાલુ કરેલ છે. જેને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ રી સર્વે એક વર્ષ સુધી વધુ ચાલુ રહેશે.

રી સર્વેના વાંધાના નિકાલ માત્ર સમય લંબાવવામાં આવ્યો છે. રી સર્વેની સમય મર્યાદા એક વર્ષ માટે વધારવામાં આવી છે. 40 હજાર વાંધા અરજીમાંથી 38 હજાર અરજીની માપની પૂર્ણ કરવામાં આવી છે. એક ગામમાં 100 અરજી હોય તો તે ક્લસ્ટર તરીકે ગણ્યું છે. 38 ગામો ક્લસ્ટર તરીકે નોંધાયા હતા. 38 ગામમાંથી 11884 અરજીની માપણી પૂર્ણ કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 95 લાખ સર્વે નંબર છે. જેમાં રાજ્યમાં માત્ર 5 લાખ 28 હજાર સર્વેના વાંધા સામે આવ્યા છે.

4 લાખ 13 હજાર અરજીમાં માપની કરવામાં આવી છે. 10 જિલ્લામાં સૌથી વધુ વાંધા અરજી કરવામાં આવી છે. માપણી પ્રક્રિયા માટે ગુજરાતમાં 27 સ્ટોન નાખવામાં આવ્યા છે. જિલ્લાના મધ્ય ભાગમાં એક સ્ટોન રાખીને માપણી કરવામાં આવે છે. ત્યારે આ મામલે અગાઉની સર્વે કરનાર કંપની સામે કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીને બેદરકારી બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. જેને લઈને સૌથી વધુ અરજી કરવામાં આવી છે.

આ અરજીઓમાં રાજ્યમાંથી બનાસકાંઠામાંથી 20 હજાર, મહેસાણામાંથી 19384, દ્વારકામાંથી 14947, જામનગરમાંથી 13283, સુરેન્દ્રનગરમાંથી 7173, સાબરકાંઠામાંથી 6721, અરવલ્લીમાંથી 5661, વલસાડમાંથી 5249, નવસારીમાંથી 4514, જૂનાગઢમાંથી 4024, રાજ્યના 11 હજાર ગામમાં રી સર્વેની કામગીરી હાલમાં પૂર્ણ કરી દેવામાં આવી છે.