ઉત્તરાયણમાં ડિઝાઇનવાળા ગોગલ્સ :

ઉત્તરાયણમાં લોકો ફક્ત પતંગ અને દોરીમાં જ નહિ પણ ગોગલ્સમાં પણ રૂપિયા ખર્ચતા હોય છે. સૌથી વધારે ડિઝાઇનવાળા ગોગલ્સ ઉત્તરાયણના સમયમાં જ લોન્ચ કરવામાં આવતા હોય છે. જેમાં આ વખતે મોટી સાઇઝના ગોગલ્સ અને રાત્રે અંધારામાં પણ પહેરી શકાય તેવા ગોગલ્સ અને લાઇટ ગ્લાસની ડિમાંન્ડ સૌથી વધુ છે. છોકરાઓ મોટી સાઇઝના કલરફૂલ ગોગલ્સ પસંદ કરતા હોય છે. આ વર્ષે ખાસ કરીને એવિયેટર શેપ, સ્પોર્ટસ, બ્લ્યુ કલર તેમજ બ્લેક એન્ડ રેડ કલરના ચશ્માનો ટ્રેન્ડ પણ વધુ છે.

ઉત્તરાયણમાં પણ બોડી અને હેર ટેટું હોટ ડિમાન્ડમાં :

શહેરમાં ટેમ્પરરી ટેટુ કરાવનારની સંખ્યા ખૂબ જ વધી રહી છે. ત્યારે ઉત્તરાયણમાં પણ લોકો બોડી અને હેર ટેટૂં કરાવે છે. જેમાં ખાસ કરીને ઉત્તરાયણના પતંગ, ફીરકીના ટેટુની સાથે ક્રોસની અંદર ટ્રેડિશનલ ડિઝાઈન, ખંજરની અંદર કોતરણી, ડ્રેગોન જેવા બોડી ટેટું લોકો વધુ કરાવતા હોય છે.

ઉત્તરાયણમાં લોકો હેર ટેટુસ કરાવતા હોય છે જેમાં સામાન્ય અને વોટર કલરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી વાળને નુકશાન થઈ શકે નહિં.

ઉત્તરાયણમાં લોકો ટેમ્પરરી ટેટુસની જગ્યાએ દસ દિવસના લોન્ગ ટેટૂસ વધારે કરાવે છે. જેમાં નોર્મલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે જેથી સ્કીનને નુકશાન ના થાય. ખાસ કરીને હાથમાં, બેક સાઇડ, ગળા ઉપર ટેટું વધારે કરાવે છે.

પતંગ દોરી સાથે ટેરેસ ઉપર ફેશન પરેડ :

ઉત્તરાયણમાં વિવિધ વાનગીઓ અને પતંગ દોરી સાથે ટેરેસ ઉપર ફેશન પરેડનો એક અનોખો માહોલ સર્જાતો હોય છે. વિવિધ વસ્તુઓની જેમ ટોપી અને કપડાં માર્કેટમાં પણ એટલી જ તેજી જૉવા મળતી હોય છે. ઉત્તરાયણમાં લોકો દર વર્ષે મોટી સંખ્યામાં ટોપીઓ ખરીદતા હોય છે.

ગુજરાતમાં અમદાવાદ ઉત્તરાયણ માટે ખુબ જ પ્રખ્યાત છે. અમદાવાદના લોકો દિવાળી, હોળી, ન્યૂ યર , ઉત્તરાયણ કે પછી કોઇ પણ ત્યોહાર હોય ઉજવણી તો ધામધૂમથી જ કરે છે. શહેરમાં ઉત્તરાયણની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જયારે નવી વસ્તુઓ સાથે શહેરીજનો ઉત્તરાયણને આવકારવા તૈયાર થઇ ગયા છે.