ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

સુરતમાં 200 દિવસ બાદ કોરોના ના 17 કેસ સામે આવ્યા છે. જ્યારે સતત બીજા દિવસે 15 થી વધુ કેસો નોંધાયા છે. વધુ 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ સામે આવ્યા છે. માત્ર ડિસેમ્બર મહિનામાં જ શહેરમાં 28 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે.

જ્યારે રાંદેર રોડની ટેકરવાળા અને એલ પી સવાણી સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે. બન્ને સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓને મળી 266 ટેસ્ટ કરાયા હતા. તે તમામ નેગેટિવ આવ્યા છે જ્યારે વધુ ત્રણ સેમ્પલ જીનોમ સિક્વનસિંગ લેબમાં મોકલાયા છે.

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 78 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 43 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે છેલ્લા ૨૪ કલાકમાં આણંદ અને જામનગર શહેરમાં કોરોનાથી 1-1 દર્દીનું મોત નીપજ્યું છે.