ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

 

 

સુરતમાં ગ્રામ્યવિસ્તારોમાં પણ ઓમિકોનની દહેશત જોવા મળી રહી છે. આ કારણોસર ગ્રામ્યવિસ્તારના આરોગ્ય કેન્દ્રોમાં તાલીમ અભિયાન છેડાશે. મક્કમ ગતિએ આગળ વધતા કોરોનાના કેસને પગલે દોડધામ શરુ થઈ છે. સિવિલ સ્થિત જિલ્લા તાલીમ કેન્દ્રમાં સાત દિવસ સુધી માર્ગદર્શન પૂરું પડાશે.

 

જ્યારે કોવિડ પીડિત સગર્ભા અને બાળકની સારવારની ટ્રેનિંગ અપાશે. ટ્રેનિંગ અંતર્ગત નસીગ કેર, ઓક્સિજન થેરાપી અપાશે. દર્દીને કેટલું ઓક્સિજન આપવું. ઓક્સિજનનો બગાડ અટકાવવો. પીપીઈ ક્રિટ કેવી રીતે પહેરી તે માટે ઇન્ફેક્શન કંટ્રોલ પ્રેક્ટિસ કરવામાં આવશે. લેબ સેમ્પલ કલેક્શનની પદ્ધતિ સેમ્પલ ટ્રાન્સપોર્ટેશનમાં લેવાની તકેદારી રખાશે. વેન્ટિલેટર કેર, આઈસીયુના સાધનો સહિતની ટ્રેનિંગ અપાશે.

 

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 204 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 65 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે રાજ્યમાં આજે ઓમિક્રોનના 24 નવા કેસ સામે આવ્યા છે. જયારે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 98 અને જિલ્લામાં 2 મળી કુલ 100 નવા કેસ સામે આવ્યા છે.