આખરે ગુજરાત યુનિવર્સીટીએ પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં સાયન્સ અને કોમર્સમાં પ્રવેશ માટેની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓએ ગુજ યુનિવર્સીટીની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જે હાલ પૂરતું માત્ર કવિક રજિસ્ટ્રેશન જ કરવાનું રહેશે. 37 સાયન્સ કોલેજોની 14 હજાર બેઠકો માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જયારે કોમર્સની 40 હજારથી વધુ બેઠકો માટે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

સ્કૂલમાં ધોરણ 11 માટે પ્રવેશ પ્રક્રિયા સ્કૂલ કક્ષાએ શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ અને આર્ટ્સમાં પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઇ ગઇ છે. ગુજરાત યુનિવર્સીટીએ માત્ર કવિક રજિસ્ટ્રેશન જ શરૂ કર્યું છે. ગત વર્ષે કોરોનાને કારણે એડમિશન પ્રક્રિયા મોડા શરૂ થઈ હતી, ત્યારે આ વર્ષે કેસ ઘટતા ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઝડપથી જ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો કે કેટલા રાઉન્ડ અને તારીખોનો યુનિવર્સીટીએ કોઈ ઉલ્લેખ કર્યો નથી.

ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ સરકારી એજન્સી દ્વારા આ એડમિશન પ્રક્રિયા કરવામાં આવશે. અને આ માટે વિવિધ એડમિશન કમિટી તૈયાર કરવામાં આવી છે, જેમાં અલગ-અલગ વિભાગના ડીન અને ફેકલ્ટીને જવાબદારી સોંપવામાં આવી છે.