અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ ઉત્તરાયણની તહેવારની સાથે પક્ષીઓ માટે સજા સમાન બને છે. કેમ કે ઉત્તરાયણના તહેવાર અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે તેવી અનેક ઘટનાઓ જોવા મળતી હોય છે. જ્યારે અમદાવાદમાં પણ કંઈક કાલે એવું જ કંઇક બન્યું છે. અમદાવાદમાં ઘાયલ થયેલા પક્ષીઓ નો આંકડો સાંભળી તમે હેરાન થઈ જશો.

અમદાવાદમાં પતંગ રસિયાઓ ની મોજ પક્ષીઓ માટે સજા બની છે. અમદાવાદમાં ગઈ કાલે 3000 હજાર પક્ષીઓ ઘાયલ છે. આ વર્ષે ચાઈનીઝ દોરી સૌથી વધુ વહેંચાઈ હોવાનો જીવદયા પ્રેમીઓ નો દાવો છે. અમદાવાદના કોટ વિસ્તારમાં સૌથી વધુ કોલ મળી આવ્યા છે.

અમદાવાદમાં શાહપુર, દરિયાપુર, ઘી કાંટા સહિતના વિસ્તારોઓમાં સૌથી વધુ પક્ષીઓ ના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. કોટ વિસ્તારમાં 500 થી વધુ કોલ મળ્યા મળ્યા છે. જ્યારે પોષ વિસ્તરાઓમાં 200 થી વધુ કોલ મળ્યા છે. ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ છતાં મોટા પ્રમાણમાં ચાઈનીઝ દોરી નો ઉપયોગ થયો છે. અત્યાર સુધીમાં તમામ રેસ્ક્યુ માં ચાઈનીઝ દોરીથી જ પક્ષીઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે, સરકાર દ્વારા ચાઇનીઝ દોરી એક તરફ પ્રતિબંધિત કરવામાં આવી છે. તેમ છતાં હજુ પણ ચાઈના દોરી ની કાળાબજારી જોવા મળી રહી છે. અમદાવાદમાં તેવું જ જોવા મળ્યું છે ગઈ કાલે ઉત્તરાયણના તહેવાર માં સૌથી વધુ ચાઈના દોરી થી જ પક્ષીઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. તેની સાથે પતંગની દોરીથી લોકો પણ ઈજાગ્રસ્ત થતા અથવા મોતને પણ ભેટતા હોય છે.