રાજકોટ ખાનગી શાળાની મનમાનીનો મામલો સામે આવ્યો છે. જેને લઈને જિલ્લા શિક્ષણાધિકારી નિવેદન આપ્યું છે. જે મીડિયાથી સમાચાર મળ્યા હતા. જેમાં મોદી સ્કૂલ સામે ફરિયાદ મળી હતી. ત્યારે આજે શાળા અને વાલીને સામસામે બેસાડ્યા હતા. જે શાળા અને વાલી વચ્ચે સમાધાન કરી ફરી એડમિશન આપવામાં આવ્યું છે. અને બાળકીના ભવિષ્યને કોઈ તકલીફ નહીં થાય તે માટે સમાધાન કરાવ્યું છે. જો કે રાજકોટની 20 શાળા સામે ફી વધારાની ફરિયાદ મળી છે. જે 20 માંથી 16 શાળામાં આ અંગે તપાસ કરવામાં આવતા કશું મળ્યું નથી. જયારે શિક્ષણ વિભાગને આમાંથી 4 શાળામાં ફી વધારાના પુરાવા મળ્યા છે. જે ફી વધારવા મામલે 4 શાળાને નોટિસ આપવામાં આવી છે.

4 શાળાને નોટિસ આપવામાં આવી જેમાં

  • રોઝરી સ્કૂલ
  • મોદી સ્કૂલ
  • રાધિકા સ્કૂલ
  • રાજકોટ પબ્લિક સ્કૂલ

આ વધુ ફી લેનાર શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ પણ સ્કૂલ નિયમ ભંગ કરશે તો તેમની માન્યતા રદ્દ કરી દેવામાં આવશે. જો કે રાજકોટની રોઝરી સ્કૂલના સંચાલકોએ વાલીઓને ફી ન ભરવા મુદ્દે તેમના બાળકોના એલસી લઇ જવા નોટિસ મોકલતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે.