સુરત મહાનગર પાલિકાની આડેધડ ખર્ચ કરવાની શહેરને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રેસર રહેવા લાખોની લ્હાણી થઈ ગઈ છે.

સુરત મનપા દ્વારા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા માટે માનીતી એજન્સીને જલસા કરાવવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. વર્ષ ૨૦૧૯માં સ્વચ્છતા સર્વેક્ષણના ડોક્યુમેન્ટ્સ પાછળ રૂ.૬૫ લાખ ખર્ચ્યા હતા. એજન્સીને રૂ.65 લાખમાં કામ સોંપ્યા બાદ પણ ૧૪ મો ક્રમ મળ્યો હતો. વર્ષ 2020 માં સુરત મહાનગર પાલિકાએ પોતે જ ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા હતા. વર્ષ 2020માં એજન્સીની મદદ વગર સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિકાને 2જો ક્રમ મળ્યો હતો. વર્ષ 2021 માં ડોક્યુમેન્ટ્સની કામગીરી માટે માનીતી એજન્સીને લાખોની લ્હાણીનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. સ્થાયી સમિતિમાં મંજૂરી માટે અધિકારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.