ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ સરકારે કેસો વધ્યા હોવાનું સ્વીકાર્યું છે. અને સરકારે જણાવ્યું છે કે ઇન્જેકશન ની અછત થઇ રહી છે. ઇન્જેકશનની માંગ વધી રહી છે જેના કારણે અછત ઉભી થઇ છે. ઇન્જેકશન બનાવતી કંપનીઓએ અછત દૂર કરવા સરકારે અપીલ કરી છે. જે અછત ને પાર પાડવી ઘણી મુશ્કેલ છે. સરકાર જણાવ્યું છે કે સૌને ઇન્જેકશન મળે તેવો પ્રયતન અમે કરીશું. ફાર્મસીસ પાસે પણ ઇન્જેકશન નહિ મળી રહ્યા. કોરોનાકાળ એ લડાઈ છે. એમાં લોકો સામે પગલાં નહીં પણ મહામારીને દૂર કરવા પર ભાર મુકવો જરૂરી છે. જો કે આ અછતને દૂર કરવા અમે પ્રયન્ત કરી રહ્યા છીએ. શહેરોમાં 108 ની લાંબી લાઈનો પણ 2 થી 3 દિવસની અંદર ભીડ ઓછી થઇ જશે.

હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા થઇ શકે તેટલી વ્યવસ્થા અમે વધારી છે. વેરાવળ મોરબી સહિત તેની વ્યવસ્થા કરવામાં આવી છે. હાઇકોર્ટના સુચન પર અમે કામગીરી કરવા તૈયાર છે. ઓક્સીજન માટે અમે ભારત સરકારને કહ્યું છે. ભવિષ્યમાં પણ ઓક્સીજનની વ્યવસ્થાની ખોટ ન પડે તે મુજબનું આયોજન કરવામાં આવશે. રેમડેસિવિર પર સરકાર નો કંટ્રોલ નથી. આ વાતને સરકારી વકીલ એ પણ સ્વીકાર કર્યો છે.

સરકારી વકીલે જણાવ્યું છે કે, રેમડેસિવિર બનાવવા અને વેચાણ પર સરકારનો કંટ્રોલ નથી. રેમડેસીવર ઇન્જેક્શનની અછતના મામલે હાઇકોર્ટ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીનું સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે. જે કમલ ત્રિવેદીએ જણાવ્યું છે કે, રેમડેસિવર ના ઉત્પાદનમાં સરકારનો કંટ્રોલ નથી. ફૂડ એન્ડ ડ્રગ્ઝ ડિપાર્ટમેન્ટનો પણ રેમડેસીવર ની બનાવટ અને વેચાણ ઉપર કંટ્રોલ નથી. સરકારી વકીલે વધુમાં જણાવ્યું છે કે, નાના બાળકો,ગરીબ વર્ગો માટે કોવિડ સેન્ટર બનાવ્યા છે. અને 108 ની લાંબી કતારો પર sop બહાર પાડવામાં આવશે. દર્દીને કયા હોસ્પિટલમાં મુકવી તેની સ્પષ્ટતા સાથે જ બેસાડી દેવામાં આવશે. નવી sop થી 108 ની લાઈનો ઘટશે.

ગુજરાત સરકારે મદદ કરી નથી. તે સવાલ યુપી સરકારને કરો. સરકારે લોકડાઉન કે કર્ફયુ પર કોઈ વિચાર નથી. નાના ધંધા રોજગારીને કારણે લોકડાઉન કે કર્ફયુ નો કોઈ વિચાર નથી.