હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ દરેક કરી રહ્યા છે. જ્યારે કંઈપણ કામ હોઈ તો લોકો સૌથી પહેલા ગુગલ પર જરૂર સર્ચ કરતા હોઈ છે પરંતુ ક્યારેક આ બાબત ભારે પણ પડી શકે છે. જ્યારે એવું જ કંઇક સુરતથી જ બન્યું છે. કેમકે સુરતમાં ગુગલ પર સર્ચ કરવું રત્નકલાકારને ભારે પડ્યું છે.

ગૂગલ ઉપરથી ઇન્ડ્સઇન્ડ બેન્કનો નંબર શોધવો રત્નકલાકારને ભારે પડ્યો છે. ભેજાબાજે ફોન ઉપર atm ની તમામ વિગતો મેળવી 10 મિનિટમાં રૂપિયા 4.99 લાખ સેરવી લેવામાં આવ્યા છે. રત્નકલાકરે ઓનલાઈન 10 હજારનું પેમેન્ટ કર્યું હતું. જે સામેની વ્યક્તિ ના ખાતામાં જમા થયું નહતું.

જ્યારે તેની ઇન્કવારી કરવા જતા 4.99 લાખ ગુમાવ્યા છે. આ બાબતમાં કતારગામ પોલીસ દ્વારા ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. કેમકે હાલના સમયમાં એવા ભેજાબાજ રહેલા છે જે બેંકના નામે લોગો બનાવી વેબસાઈટ બનાવી દેતા હોઈ છે. જે બેંકના સમાન જ હોઈ છે પરંતુ તેમાં રહેલો નંબર કંઇક અલગ જ હોઈ છે. જેના લીધે અનેક લોકો છેતરાઈ જતા હોઈ છે.