સુરતમાં સતત આગના બનાવ વધતા ફાયર તંત્ર હરકતમાં આવ્યું છે. સતત બનતા આગના બનાવ રોકતા વધુ એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ડ્રિલ કાપોદ્રા ખાતે યોજાઈ છે. પી પી સવાણી હાર્ટ ઇન્સ્ટીટયુટ હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.

ટેરેસ પર ફસાયા હોય તેવા દર્દીઓને હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા રેસ્ક્યુ કરાયા, આ ઉપરાંત ફાયર વિભાગે કોલ જાહેર કરી કામગીરી કરી છે. ફાયર તેમજ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે છે.

સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યો છે. સુરત શહેરથી અનેકવાર આગની ઘટનાઓ બની રહી હતી જેના કારણે સુરત મનપા દ્વારા ફાયર સેફટીને લઈને કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જેના કારણે દરેક જગ્યા સુરત મનપા દ્વારા ફાયર સેફટીની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેને સુરત ફાયર વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. જે સુરત ફાયર વિભાગે આયુષ હોસ્પિટલની આગ બાદ તમામ ઝોનમાં ચેકીંગ શરૂ કરી દીધી છે. જે હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે ચેકીંગ કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 33 હોસ્પિટલોમાં ચેકીંગ કરવામાં આવ્યું છે.

આ ફાયર સેફટી અંગે ચેકીંગમાં 18 જેટલી હોસ્પિટલોમાં ફાયરના સાધનોની ઉણપ વર્તાઈ છે. જે હોસ્પિટલમાં અપૂરતા ફાયર સાધનોને લઈને નોટિસ આપવામાં આવી છે. જે આ અપૂરતા ફાયર સાધનોને લઈને 18 હોસ્પિટલને ફાયર સેફટીના સાધનો ની આપૂર્તિ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. અને આ અંગે 15 દિવસમાં કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો છે. અને આ 15 દિવસમાં ફાયરના સેફટીના સાધનો દુરસ્ત નહીં થાય તો હોસ્પિટલને સીલ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

નોંધનીય છે કે, થોડા ઘણા સમયથી સુરત શહેરમાં શનિવારે મોડીરાતે ફાયર વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્પ્લેક્સ, ઓફિસ, દુકાનો, હોટલ રેસ્ટોરન્ટ અને ટેકસટાઇલ માર્કેટમાં અમુક માર્કેટોને ફાયર સેફટીના અપૂરતા સાધન હોવાના કારણે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે શહેર ફાયર વિભાગ દ્વારા વારંવાર નોટિસ આપ્યા છતાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટીના સાધનો ન વસાવતા ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.