અમદાવાદમાં દર વર્ષે યોજાતા ફ્લાવર શોને આ વર્ષે પણ યોજવવામાં આવશે. 8 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહેલા રિવરફ્રન્ટ ફ્લાવર માં આ વખતે વિશેષ આકર્ષણ હશે. કેમ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ તેને લઈને ધૂમ તૈયારીઓ કરવામાં આવી છે. જ્યારે આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે.

આ વખતે ફ્લાવર શોમાં 900 જાતના 7 લાખ રોપાઓ મુકવામાં આવશે. હેલ્થ અને સ્પોર્ટ્સ થીમ પર ફ્લાવર શો હશે. વેક્સિનની સિરિઝ બનાવવા માટે મેનિકવિન્સ ફૂલોનો ઉપયોગ થશે. આ વર્ષની થીમ આકર્ષણનું કેન્દ્ર હશે. ત્યારે આવી મહામારીના સમયે ફ્લાવર શો નું આયોજન કોરોનાને આમંત્રણ આપી શકે છે.

કાંકરિયા કાર્નિવલ બંધ તો અન્ય જાહેર કાર્યક્રમ કેમ ચાલુ રખાશે જે ફ્લાવર શો મુદ્દે જનતાનો મત સામે આવ્યો છે. જે જાહેર કાર્યક્રમ પર રોક લગાવવા તબીબો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. ઓમીક્રોન સાથે વધતા કોરોનાના કેસ સામે જાહેર કાર્યક્રમ તબીબોની ચિંતા વધારી રહ્યા છે. વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે ફ્લાવર શો ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજથી ફ્લાવર શૉ માટે ઓનલાઇન બુકીંગ શરૂ છે. રાજ્યની બહારના અંદાજિત 2 લાખ જેટલા ફૂલોથી થીમ તૈયાર કરાશે. કોવિડ જાગૃતિની થીમ પર ફ્લાવર શોની તૈયારીઓ કરવામાં આવી રહી છે.