હાલ રાજ્યમાં નવરાત્રીની સાથે દશેરાનો તહેવાર પણ આવી ગયો છે. દશેરામાં ખાસ કરીને રાવણ દહનની સાથે ફાફડા-જલેબી અને મીઠાઈ ખાવા માટે દોટ મુકતા જોવા મળશે. પરંતુ ક્યારેક એવું બનતું હોય છે આ તહેવારમાં કેટલાક વેપારી દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે. તેવા લોકો માટે રાજકોટ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ આવતીકાલે દશેરાએ પૂર્વે ફૂડ ટેસ્ટિંગ લેબ ફાળવવામાં આવી છે. મીઠાઈ ના ચેકિંગ માટે ગાંધીનગરથી મોબાઇલ વાન મોકલી દેવામાં આવી છે. રાજકોટ મનપાની શાખા દ્વારકા મીઠાઈ ના નમૂના લેવાઈ રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયની ટીમ દ્વારા સ્વીટનર તરીકે કેમિકલ વપરાયું છે તેની શહેરમાં ચકાસણી કરવામાં આવી છે. આ મોબાઇલ વાન 101 થી વધુ પ્રકાર ના ટેસ્ટ થઈ શકે છે. જ્યારે હવે તેની સાથે લોકો દ્વારા ચેડા કરનાર વેપારીઓની ખેર રહેશે નહીં.