માછીમારોને આગામી 5 દિવસ દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. જે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નોર્થ અને સાઉથ દરિયા કાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જે આગાહીને પગલે રાજ્યના હવામાન વિભાગે સુચના આપી છે. હવામાન વિભાગ દ્વારા દેશમાં ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, લક્ષદ્વીપના દરિયા કાંઠે 40 થી 60 કીમીની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા જણાવવામાં આવી રહી છે.

રાજ્યમાં ચોમાસુ પ્રવેશી ચૂક્યું છે. 6 દિવસ પૂર્વે ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે. આગામી 30 જૂન સુધી સમગ્ર રાજ્યમાં ચોમાસુ સક્રિય થઈ જશે. તેમજ આવતી કાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદની અથવા ધૂળની ડમરી સાથે પવન ફૂંકાવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વલસાડમાં ગઇકાલ રાતથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. કપરાડા વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી.

છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસથી કમોસમી વરસાદ પડતા ખેડૂતોના કપાસ પાકને વ્યાપક નુકસાન થયું છે. સતત બે દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના પંથકમાં વરસાદ પડી રહ્યો છે. જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વલસાડ, વાપી, પારડી, કપરાડા, ધરમપુર અને ઉમરગામ તાલુકામાં વરસાદ તૂટી પડ્યો હતો તેમજ નવસારી, દાદરા નગર હવેલી, તાપી ડાંગ સહીત વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કાંઠ વિસ્તારમાં રહેતા માછીમારોને આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.