રાજ્યમાં સતત છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ હવે થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે હવે ધીરે-ધીરે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. તેને લઈને એક વાત તો સ્પષ્ટ છે કે, ફરીથી કોરોનાની લહેર શરૂ થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્ર માં કોરોના ની ચોથી વેવ ના ભણકારા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર માં 7 વર્ષ ના બાળક સહીત 16 ને કોરોના થયો છે. રાજકોટમાં અમેરિકાથી રીર્ટન 3 ને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. જામનગર માં ખંઢેરી સ્ટેડિયમ પર મેચ જોઈ આવેલા તબીબને કોરોના થયો છે. આવતીકાલથી સ્કૂલો માં પ્રવેશત્સવ ની ઉજવણી માં કોરોનાનું સંકટ રહેલું છે. જામનગર મેડિકલ કોલેજ નીગલ્સ હોસ્ટેલની વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા તેને કોરેનટાઈન કરવામાં આવી છે.

નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે 163 દર્દી સારવાર દરમિયાન સાજા થયા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા પહોંચ્યો છે. જ્યારે ગઈ કાલના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. આ સિવાય રાજ્યમાં એક્ટીવ કેસમાં વધારો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસનો આંકડો 1524 પહોંચ્યો છે.