સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે છેતરપીંડીનો સીલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કેમકે સતત વેપારીઓ છેતરાયા હોવાની ઘટના સામે આવી રહેતી રહે છે. એવામાં આજે એવા જ એક સમાચાર સામે આવ્યા છે. સુરતમાં વધુ 7 વિવર્સ વેપારીઓને છેતરાયા હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં બે ઠગ વેપારીઓ દ્વારા રૂ 31 લાખમાં છેતરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે ઠગ વેપારીઓ દ્વારા 31 લાખનો ગ્રે કાપડનો માલ ક્રેડીટ પર દુકાન બંધ કરી ફરાર થઈ ગયા છે. બંને ઠગ 25 વિવર્સઓના નાણાં લઈ ફરાર થઇ ગયા હોવાની આશંકા છે.

તેની સાથે જાણકારી અનુસાર, હાલ 7 વિવર્સોની જાણકારી મળી 31 લાખ થાય છે, 25 વિવર્સ મળી કરોડોની છેતરપીંડી થયાની આશંકા છે. રિંગરોડની બાલાજી માર્કેટ અને મહાવીર માર્કેટના બે ઠગ વેપારીનો દ્વારા વિવર્સઓને છેતરી ફરાર થયા છે. મહાવીર માર્કેટના મુકેશ જૈન અને મહાવીર માર્કેટના અનિલ દેવણી માલ લઈ ફરાર થયા છે. બંને ઠગ વેપારીઓ સામે સલાબત પુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદ આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.