રાજ્યમાં ભર શિયાળે ઉત્તર ગુજરાત માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી સહિત સામાન્ય માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે. રાજ્યના લઘુતમ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટન્સની અસરને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માવઠું પડી શકે છે. બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 ડીસેમ્બરના રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બન્યું રહેશે.

 

તેની સાથે 28 ડિસેમ્બરના સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે. નવા વર્ષની શરૂઆતમાં જ કાતિલ ઠંડીનો અનુભવ થશે. બે દિવસ કડકળતી ઠંડીથી આંશિક રાહત મળશે.

 

નોંધનીય છે કે, ચોમાસું પત્યા પછી ચાલુ વર્ષમાં ઓક્ટોબર મહિનામાં નવરાત્રી વખતે અને તે પછી નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદના લીધે ખેડૂતોને ઉભા પાકને તથા લણી લીધેલા પાકને નુકસાન થયાની ફરિયાદો સામે આવી હતી.