કાતિલ ઠંડીમાં ધ્રુજવા માટે તૈયાર થઈ જાવ, હવામાન વિભાગ દ્વારા ઠંડી અંગે મહત્વની આગાહી

રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાનો છે. આગામી 48 કલાક પવનની ગતિ પણ તેજ રહેશે. મહત્તમ તાપમાન નીચું હોવાના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તેની સાથે બે દિવસ બાદ ઠંડીનું જોર ઘટશે.
રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા ને લીધે ઠંડીનું જોર વધ્યું છે. તેજ પવનો સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી સાથે ઠંડી વધી ગઈ છે. ગાંધીનગર લઘુતામ તાપમાન 10 ડિગ્રી સાથે ઠંડુગાર થયું છે. વડોદરામાં લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે. રાજકોટ લઘુતમ તાપમાન 14.7 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે. નલિયા 9 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તેની રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના લીધે પણ ઠંડીનું જોર વધ્યું છે. જ્યારે આ અગાઉ ચોમાસું પત્યા પછી ચાલુ વર્ષમાં ઓક્ટોબર મહિનામાં નવરાત્રી વખતે અને તે પછી નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદના લીધે ખેડૂતોને ઉભા પાકને તથા લણી લીધેલા પાકને નુકસાન થયાની ફરિયાદો સામે આવી હતી.