રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાટણ, કચ્છ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા સહિત માવઠું પડવાની શક્યતા છે. રાજ્યના રાજકોટ પોરબંદર અમરેલી સહિત વાદળછાયું વાતાવરણ રહેશે.

રાજ્યના અનેક વિસ્તારમાં ધૂમ્મસભર્યું વાતાવરણ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવ્યા છે. રાજ્યમાં બે દિવસ ઠંડીથી આંશિક રાહત મળશે. બે દિવસ બાદ ઠંડીનું જોર વધશે. 27 અને 28 ડિસેમ્બર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 ડીસેમ્બરથી ઠંડીનું જોર વધશે.

રાજ્યના લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટન્સની અસરને પગલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા માવઠું પડી શકે છે. નોંધનીય છે કે, ચોમાસું પત્યા પછી ચાલુ વર્ષમાં ઓક્ટોબર મહિનામાં નવરાત્રી વખતે અને તે પછી નવેમ્બર મહિનામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. આ વરસાદના લીધે ખેડૂતોને ઉભા પાકને તથા લણી લીધેલા પાકને નુકસાન થયાની ફરિયાદો સામે આવી હતી.