સુરત એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડિંગની સમસ્યામાંથી હવે છુટકારો મળશે. જો કે હવે સુરત ઍરપોર્ટ પર CAT-1 એપ્રોચ લાઇટ લગાડવાની મંજૂરી આપી દેવામાં આવી છે. રન વે પર એપ્રોચ લાઇટ પુરતા પ્રમાણમાં નહીં હોવાના કારણે ફલાઇટ લેન્ડીંગમાં સમસ્યા પડી રહી હતી. B777 પ્રકારના મોટા વિમાનોના લેન્ડિંગની સમસ્યા સર્જાતી હતી.

સુરત એરપોર્ટ પર CAT-1 એપ્રોચ લાઇટ લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં હવે સહેલાઇ થી વગર કોઈ અવરોધે ફ્લાઇટ લેન્ડ થશે. સુરત એરપોર્ટના રન-વે એક્સટેન્શન પછી સિમ્પલ લાઈટ એપ્રોચ સિસ્ટમ (SALS)ને CAT-1 એપ્રોચ લાઈટ લગાવી અપગ્રેડ કરવામાં આવશે.

સુરત એરપોર્ટ પર ચોમાસા અને શિયાળાની ઋતુમાં કેટ-1 એપ્રોચ લાઈટના અભાવે ફ્લાઈટ ડાયવર્ટ કે રદ કરવી પડતી હતી. આ સમસ્યામાંથી હવે છુટકારો મળશે. જો કે, રન-વેના એપ્રોચ પર કેટ-1 સિસ્ટમ લગાવવાથી વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણમાં વિઝિબિલટી ઓછી થઈ જાય છે.