રાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મોજ ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવશે. રવિ પાકના વાવેતર માટે સિંચાઈનું પાણી છોડવામાં આવશે. જેના લીધે ખેડૂતોને પાકના વાવેતરની ચિંતા દુર થશે. જેના લીધે ખેડૂતોને વાવેતર માટે પાણી મળી રહેશે.

 

શુક્રવારથી મોજ ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવશે. જેમાં ઉપલેટા તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. જ્યારે 3500 હેકટર માટે ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવશે. જેના કારણે રાજકોટના ખેડૂતોને વાવેતર માટે પુરતું પાણી મળી જશે.

 

અત્યારના સમયે રવી પાકનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે અને સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને પિયત માટે પાણી આપવાની વાત જણાવી છે. આ વર્ષે ખેડૂતો માટે પહેલાથી જ કેનાલની સાફ સફાઈ હાથ ધરી શુક્રવારના મોજ ડેમમાંથી પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટાભાગના ખેડૂતોની અનેક માંગ બાદ સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.