રાજકોટમાં સ્પોર્ટ્સના ખેલાડી માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 19.80 કરોડના ખર્ચે સ્પોર્ટસ સંકુલ બનશે. મનપા દ્વારા મવડી વિસ્તારમાં સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે. સ્પોર્ટ્સ સંકુલ માટે આજે ટેન્ડર ખુલ્લું મુકવામાં આવશે. ઇન્ડોર સ્ટેડિયમ કરતા પણ મોટું સ્પોર્ટસ સંકુલ બનશે. બેડ મિન્ટન, ટેબલ ટેનિસ, સ્કોષ, જિમ, ચેસ, કેરમ, બાસ્કેટ બોલ, ટેનિસ કોર્ટ અને વોલી બોલનું સ્પોર્ટ્સ સંકુલ બનશે.

રાજકોટનું સૌથી મોટું સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માટે મનપા તૈયાર છે. 15 મહિનામાં જ રાજકોટના ખેલાડીઓને સ્પોર્ટ્સ સંકુલ મળશે. જેના કારણે સ્પોર્ટ્સ ખેલાડીઓને તેના દ્વારા મોટી સુવિધા મળવા જઈ રહી છે.

રાજકોટ મનપા દ્વારા મવડી વિસ્તારમાં સ્પોર્ટસ સંકુલ બનાવવામાં આવશે. તેમાં ખાસ વાત એ છે કે, આ ઇન્ડોર સ્ટેડિયમ કરતા પણ મોટું સ્પોર્ટસ સંકુલ બનશે. જેના દ્વારા સ્પોર્ટ્સ ખેલાડી ત્યાં પ્રેક્ટીસ કરી શકશે. જ્યારે આ નિર્ણયથી જરૂર સ્પોર્ટ્સ ખેલાડી ખુશ થશે.

તેની સાથે આ સ્પોર્ટસ સંકુલમાં બેડ મિન્ટન, ટેબલ ટેનિસ, સ્કોષ, જિમ, ચેસ, કેરમ, બાસ્કેટ બોલ, ટેનિસ કોર્ટ અને વોલી બોલ બનશે. જ્યારે આ રાજકોટનું સૌથી મોટું સ્પોર્ટ્સ સંકુલ બનાવ મનપા તૈયાર થઈ રહ્યું છે.