રાજકોટમાં વર્કિંગ વુમન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં વર્કિંગ વુમન્સ માટે મહિલાકલ્યાણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ દરમિયાન મહિલાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પણ ખાસ કરીને વર્કિંગ વુમન્સ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટમાં વર્કિંગ વુમન્સ માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. જિલ્લા કલેકટર દ્વારા 24.41 કરોડની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. સ્માર્ટ સીટી ઝોન માં હોસ્ટેલ બનાવવામાં આવશે. 5874 ચો.મીમાં પ્લોટ એરિયામાં હોસ્ટેલ તૈયાર કરવામાં આવશે.

જ્યારે આ હોસ્ટેલને લઈને જાણકારી સામે આવી છે. આ રૈયા સર્કલથી આગળ સ્માર્ટ સીટી ઝોન માં હોસ્ટેલ તૈયાર કરવામાં આવશે. નોંધનીય છે કે, રાજકોટમાં સ્માર્ટ સીટી ઝોન દ્વારા હોસ્ટલ બનાવવાની દરખાસ્ત મુકવામાં આવી હતી જેને કલેકટર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે.