તલાટીની 3400 જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાયા છે જે રાજ્યમાં કેટલી બેરોજગારી છે તે સાબિત કરે છે. રાજ્યમાં બેરોજગારીનો આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. જેનો જીવતો જાગતો દાખલો છે તલાટીની ભરતીમાં ભરવામાં આવેલે ફોર્મ. ગુજરાતમાં વધી રહેલો બેરોજગારીનો દર વધી રહ્યો છે. પ્રાઇવેટ સેકટરમાં સેલેરી અને સિક્યુરિટી ન હોવાથી લોકો સરકારી નોકરી તરફ-યુવાનો વળી રહ્યા છે. સરકાર આંકડા ભલે છુપાવે પરંતુ ફોર્મના અકડાઓ બેરોજગારી દર્શાવી રહ્યા છે. ગુજરાતમાં સતત બેરોજગારી વધી રહી છે.

ગુજરાત સરકારે રાજ્યમાં ફરીથી તલાટીની ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે ખૂબ મોટી સંખ્યામાં યુવકોએ ઉમેદવારી નોંધાવી છે. જો કે, ગુજરાતમાં જેવી સરકારી નોકરીની જાહેરાત પડે કે લાખો અરજીઓ થતી હોય છે, ત્યારે વર્તમાન સમયમાં સરકારી નોકરીમાં તલાટીની ભરતી માટે રેકોર્ડ બ્રેક અરજીઓ કરવામાં આવી છે.

રાજ્યમાં કોઈ ભરતીમાં સૌથી વધુ અરજીઓ થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. તલાટીની 3,400 જગ્યા માટે 17 લાખ અરજી આવી છે જેને લઈને હાલમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.