સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવની મગફળી વેચનારા 25000 ખેડૂતો રૂપિયાની રાહમાં લાગ્યા છે. આ મહિનાના અંતે ટેકાના ભાવની મગફળી ખરીદી પૂરી કરવામાં આવશે. 800 કરોડની સરકારે ખરીદી કરી પણ ખેડૂતોને રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા થઇ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં કુલ 3/24 લાખ ટેકાના ભાવની મગફળી વેચવા માટે નોંધણી કરવામાં આવી છે જેમાંથી 80798 ખેડૂતોએ ટેકાના ભાવે મગફલી વહેચી છે.

ટેકાના ભાવની યોજના ભારત સરકાર દ્વારા રાજ્યમાં લાગુ કરવામાં આવેલ છે. રાજ્યના મુખ્ય પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઇ, ડાંગર અને કપાસ, તુવેર, મગ, મગફળી, તલ, ઘઉં, ચણા, રાઇ વગેરે પાકો ટેકાના ભાવે ખરીદવામાં આવે છે.