રાજ્યમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સતત કોરોનાના ૧૨ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકાર સમક્ષ હાઈકોર્ટની લાલ આંખ છે. રાજ્યમાં કોરોના પર થયેલી સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી.

આ બાબતમાં રાજ્ય સરકારે hc માં એફિડેવિટ રજુ કર્યું છે. રાજ્ય સરકાર કોરોના અંગે કામગીરી તેજ કરી હોવાનો દાવો કર્યો છે. રાજ્ય સરકારે કરેલી કામગીરીઓનો એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો છે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા બોર્ડ પર મુકવામાં આવી રહી છે. Rtpcr ટેસ્ટિંગ વધારી દેવાયું હોવાનો સરકારનો દાવો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરતી હોવાનો સરકારનો દાવો છે. 108 વગર પણ ખાનગી વ્હીકલમાં પણ દર્દીઓને એડમિટ કરી રહ્યા છે. આધારકાર્ડ વગર દર્દીઓની સારવાર થઇ રહી હોવાનો દાવો કરાયો છે. ક્રિટીકલ કેસોને ઝડપી સારવાર માટે તેવી હોસ્પિટલમાં વ્યવસ્થા કરાઈ છે.

આ સિવાય વેક્સિનેશન પર ભાર મુકાયો છે. વધુ 4 જગ્યા પર rtpcr ટેસ્ટિંગ ડ્રાઇવ શરુ કરાશે. ઓક્સીજનની અછત દૂર કરવા ક્ષમતા વધારી દેવાઈ છે. વેબ પોર્ટલમાં ગુજરાતના શહેર અને ગામડાના કેસોની વિગતો મુકાઈ રહી છે. Hcના નિર્દેશોનું પાલન કરતી હોવાનો રાજ્ય સરકારનો દાવો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12820 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે ૧૪૦ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મુત્યુ નીપજ્યું હતું. તેની સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 7648 પર પહોંચી ગયો છે. આ સિવાય 11999 લોકો કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499 પર પહોંચ્યો છે. જેમાંથી 747 લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ રહેલા છે.