ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ 12 કેસ સામે આવ્યા છે. જેતપુરના અમરનગર ગામમાં 10 વર્ષીય બાળક, 8 વર્ષીય બાળક 9 વર્ષીય બાળક અને 45 વર્ષીય પુરુષોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

જ્યારે જામકંડોરણા તાલુકાના બારડીયા ગામમાં 60 વર્ષીય પુરૂષનો પોઝિટિવ કેસ આવ્યો છે. ઉપલેટા શહેરમાં 43 વર્ષીય મહિલા અને 21 વર્ષીય પુરુષનો કોરોના કેસ પોઝિટિવ આવ્યો છે. ધોરાજી શહેરમાં 50 વર્ષીય પુરુષ, 48 વર્ષીય પુરુષ અને 65 વર્ષીય પુરુષનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં કુલ 38 કોરોના કેસ હાલ એક્ટિવ છે. 30 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ રહેલા છે. 8 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

રાજકોટ શાળામાં કોરોના કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં વધુ 11 વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોના સંક્રમિત થયા છે. અમરનગરની શાળામાં 7 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. હાલ અમરનગરની શાળા બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં વધુ 4 વિદ્યાર્થી સંક્રમિત થયા છે. તાન્ઝાનિયાથી આવેલી યુવતી કોરોના સંક્રમિત થઈ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 177 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 66 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 52 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.67 ટકા પહોંચ્યો છે.