ગુજરાત વિધાનસભા ની ચૂંટણી હવે ગણતરી ના દિવસો બાકી છે. રાજકોટ વિધાનસભાની કુલ ચાર બેઠકો નો તખ્તો ગોઠવાતો જોવા મળી રહ્યો છે. રાજકોટ માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ની પશ્ચિમ ની બેઠક માં વણિક બ્રાહ્મણ અને લોહાણા ને ફળવાય તેવી શક્યતા છે.

રાજકોટ ની અન્ય બે બેઠક પર હાલ લેઉવા પાટીદારને ફાળે રહેલી છે. ગોવિંદભાઈ પટેલ અને રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી MLA તરીકે રહેલા છે. રાજકોટ ની બે બેઠક માંથી એક બેઠક ઓ બી સી ના ઉમેદવાર ને ઉતારવા ગાંધીનગર સુધી લોબિંગ છે. જો કે આ બેઠક પર રિપિટ નો રિપીટ પર ઓ બી સી ની માંગ નો મદાર છે.

તેની સાથે રાજકોટ ગ્રામ્ય ની SCST માં નો રિપીટ થિયરી સામે દાવેદાર ની આંતરિક ગતિવિધિ તેજ થઈ છે. જ્યારે રાજકોટ ની વિધાનસભા ની કુલ 4 બેઠક જે ભાજપ પાસે છે. એવામાં હવે આ ચાર બેઠકો માટે તખ્તો ગોઠવાઈ તેવું જોવા મળી રહ્યું છે.