ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.10 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ રિઝલ્ટને લઈને કેટલાક વિધાર્થી પર ખુશી તો કેટલાક પર નારાજગી જોવા મળી છે.

ધોરણ-10 બોર્ડનું 65.18 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે www.gseb.org વેબસાઇટ પર પરિણામ મુકાયુ છે. સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ સામે આવ્યું છે. સૌથી ઓછું પાટણ જિલ્લાનું 54.29 ટકા પરિણામ સામે આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી 294 શાળા રહેલી છે. 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી 1007 શાળા રહેલી છે.

જ્યારે અમદાવાદ શહેરનું 63.18 ટકા, અમદાવાદ ગ્રામ્યનું 63.98 ટકા, વડોદરા શહેરનું 61.21 ટકા, સુરત શહેરનું 75.64 ટકા, રાજકોટ શહેરનું 72.86 ટકા, જામનગર શહેરનું 69.68 ટકા, જૂનાગઢ શહેરનું 66.25 ટકા, ગાંધીનગર શહેરનું 65.83 ટકા પરિણામ આવ્યું છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ સુરત શહેરનું પરિણામ ટોપ પર આવ્યું છે.