ચૂંટણી પંચે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે આવશે. દરમિયાન કોંગ્રેસે ચૂંટણી માટે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે હિમતનગરથી કમલેશ કુમારને ટિકિટ આપી છે. આ સાથે જ પાર્ટીએ ગાંધીનગર દક્ષિણમાંથી ડો.હિમાંશુ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. આ બે બેઠકો પરથી કોંગ્રેસની ભાજપ સાથે સીધી ટક્કર હોવાનું કહેવાય છે.

આ સાથે જ પાર્ટીએ પોરબંદરમાંથી અર્જુન મોઢવાડિયા અને ડીસામાંથી સંજયભાઈને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ હિતેશભાઈને રાજકોટ દક્ષિણમાંથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સંજય રમેશચંદ્ર સુરત પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા જોવા મળશે. મુકેશભાઈ એમ દેસાઈ ખેરલુ બેઠક પરથી અને પરમાર પ્રવિણભાઈ કડી (SC) બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

અહીં જુઓ સંપૂર્ણ યાદી…