ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના  મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે.  લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે.

દિન-પ્રતિદિન લુંટ, ચોરી, ચીલઝડપ સહિતના બનાવો વધી રહ્યાં છે. કોરોનાકાળમાં અનેક લોકોની નોકરીઓ છૂટી જતા. ધંધો ન રહેતા લોકો ગુનાખોરીના માર્ગે વધ્યા છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે. જે રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. એવામાં વડોદરાથી તેવા જ એક સમાચાર સામે આવ્યા છે.

વડોદરામાં હત્યા કરાયેલો મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ૧૯ વર્ષીય મહિલાનો મૃતદેહ મંડાળા ગામમાંથી મળી આવ્યો છે. મંડાળા ગામની સીમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. હત્યા કરેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળ્યો છે. મજુરી કામ અર્થે આવેલી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જ્યારે યુવતીની હત્યાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને ડભોઈ પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. મહિલાના હત્યારાને પોલીસ દ્વારા શોધવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, યુવતી પિતા અને માતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે પીશાઇ રોડ પર આવેલ કુવા ઉપર રહીને ખેતી મજૂરી કરીને જીવન પસાર કરે છે. એવામાં ગઈ કાલના યુવતીને બાથરૂમ જવું હતું માટે તે બાજુના ખેતરમાં ગઈ હતી. ત્યાર બાદ તે પાછી ફરી નહોતી. એવામાં આજે તેની ગળે ટોપું બાંધીને હત્યા કરવામાં આવી તેવી હાલતમાં તેનો મૃતદેહ જોવા મળ્યો હતો. એવામાં પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.