હેડ ક્લાર્કની પરીક્ષા પેપર લીક મામલો હાલ ચર્ચામાં છે. જ્યારે અમદાવાદમાં તેને લઈને વિરોધ દેખાડવો આવ્યો છે. અમદાવાદ Nsui દ્વારા બીજા દિવસે પણ વિરોધ નોંધાવ્યો છે. મણિનગર જય હિન્દ ચાર રસ્તા પાસે વિરોધ નોંધાવ્યો છે. વિરોધ કરી પરીક્ષા રદ કરવા nsui એ માંગ કરી છે.

તેની સાથે Nsui દ્વારા અસિત વોરા ના રાજીનામાની પણ માંગ કરી છે. માંગ સાથે યુવા કોંગ્રેસ અને NSUI દેખાવો કર્યો છે. મણિનગર જય હિન્દ ચાર રસ્તા પાસે વિરોધ કરી અસિત વોરા ના ઘર નો ઘેરાવ કરતા પહેલા પોલીસ nsui કાર્યકરોની કરી અટકાયત કરી હતી.

કાર્યકરો દ્વારા સુત્રોચાર અને નકલી નોટો ઉડાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કાર્યક્રમની પોલીસ મંજૂરી નહિ હોવાથી કાર્યકરોની કરાઈ અટકાયત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જ્યાં સુધી ન્યાય નહિ ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે તેવી nsui કાર્યકરોએ ઉચ્ચાર ચીમકી આપી છે.

 

જ્યારે સુરતમાં પેપરકાંડ મામલે રાજકીય રંગ રંગાયો છે. સુરત યુથ કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા સરકાર સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે તેની સાથે જણાવ્યું છે કે, છ થી 10 લોકોની ધરપકડમાં ન્યાય મળશે નહીં. સરકારના ગેરવહીવટને કારણે અવારનવાર વખત પેપર ફૂટી રહ્યા છે.