રાજ્યની ડૉ. એમ. કે. શાહ મેડિકલ કોલેજને લઈને મોટી જાણકારી સામે આવી રહી છે. ડો. એમ. કે. શાહ મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટરોના સતત બીજા દિવસે ધરણા છે. 1 લી એપ્રિલથી ઈન્ટર્ન ડોક્ટરોની ઈન્ટર્નશિપનો પ્રારંભ કરેલ છે. ઈન્ટર્નશિપના સ્ટાઇપન્ડ મુદ્દે ચોખવટ કરી નહીં.

તેની સાથે સ્ટાઇપન્ડ મુદ્દે ચોખવટ કરવાની અનેક વાર રજૂઆત કરી છે. રજૂઆત બાદ પણ ઉચ્ચ અધિકારીઓનું મૌન રહેલ છે. અનેક રજૂઆતો બાદ પણ જવાબ ન મળતા વિદ્યાર્થીઓ મેદાને ઉતાર્યા છે. ઈન્ટર્ન ડોક્ટરોની મેનેજમેન્ટ પાસે એક જ માંગ રહેલી છે.

આ સિવાય 1 લી એપ્રિલ પહેલા સ્ટાઇપન્ડની ચોખવટ કરતા સર્ક્યુલરની માંગ રહેલી છે. રાજ્ય સરકારે નિયત કરેલ રૂ.18,200 સ્ટાઇપન્ડ લેખિતમાં જાહેર કરવાની માંગ છે. તેની સાથે હવે આ વિવાદને વિદ્યાર્થીઓ મેદાને ઉતરી આવ્યા છે.