સુરત મનપા સંચાલિત એકવેરિયમ, નેચરપાર્ક સાયન્સ સેન્ટર સહિતના સ્થળો જોવા હવે લોકોએ GST ચૂકવવો પડશે. ત્યારે હવે લોકોએ 20 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધી ની પ્રવેશ ફી ઉપર GST ચૂકવવો પડશે. જે અત્યારસુધી મનપા GST ચૂકવતી હતી, ત્યારે હવે આ GST લોકોએ ચૂકવવો પડશે. જો કે GST કન્સલ્ટન્ટ દ્વારા લોકો પાસેથી GST વસુલ કરવા અભિપ્રાય આપવામાં આવ્યો છે. આ મામલે સ્થાયી સમિતિની આગામી બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે.

સુરતના સાયન્સ સેન્ટર શહેરના સીટીલાઈટ વિસ્તારમાં આવેલ સુરતને મળેલ એક ભેટ સમાન ગણવામાં આવે છે. આ સાયન્સ સેન્ટરમાં 3d થિયેટર, સોવેનિયર શોપ, કિડ સ્પેસ, ફન સાયન્સ ગેલેરી, પ્લેનેટોરિયમ, ડાયમંડ ગેલેરી, સ્પેસ ગેલેરી જેવી વિવિધ ગેલેરી બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત તેમાં 260 વ્યક્તિની ક્ષમતા ધરાવતું એક ઓડિટોરિયમ પણ બનાવેલ છે.

અહીં અનેક પ્રકારના કલા પ્રદર્શન થતા રહે છે. સાથે સાથે સુરત મનપા દ્વારા પણ અહીં સમર કેમ્પ તથા તાપી કલા ઉત્સવનું આયોજન થયા છે જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેના માટે મનપા દ્વારા હવે ટેક્સ વસૂલવા માટે નિર્ણય લેવામાં આવી રહ્યો છે.