રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ બનેલો છે. એવામાં ગઈ કાલના ભારે વરસાદના લીધે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. જ્યારે સમાચાર સામે આવ્યા છે કે, બારડોલીમાં સતત વરસી રહેલા વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. તેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમકે વિઠ્ઠલવાડીમાં 6 થી 7 ફૂટ જેટલા પાણી ભરાયા છે. તેની સાથે રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાના કારણે લોકોના ઘરવખરી સહિતનો સામાન પલડી ભરી ગયો હોવાની જાણકારી સામે આવી છે.

આ સિવાય ખાડી પર પૂરાણો કરવામાં આવતા સ્થિતિ વણસી હોવાનું સામે આવ્યું છે. તે કારણોસર પાણી રહેણાક વિસ્તારો તરફ ભરાતું હોવાનું પણ સામે આવી રહ્યું છે. સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, , 15 વર્ષમાં પહેલી વખત વિઠ્ઠલવાડીમાં આટલા પાણી ભરાયા છે. પ્રથમ વખત આટલું પાણી ભરાયું છે અને ગળા સુધી પાણી ભરાયેલા છે. સ્થાનીક લોકો દ્વારા તંત્રને પાણીના નિકાલ માટે વાત કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આજે આવેલા વરસાદના 24 કલાકના આંકડા પ્રમાણે રાજ્યમાં 221 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં આગામી 48 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં ઝરમર વરસાદની શક્યતા છેવાઈ રહી છે.