રાજકોટ મેધરાજા મહેરબાન થયા છે. સીઝન ના 50 દિવસ માં 50 % ટકા વરસાદ વરસી ગયો છે. રાજકોટ માં 26 ઇંચ વરસાદ તો પડી ગયો છે. ગત વર્ષે આખી સીઝન નો વરસાદ 51 ઇંચ પડ્યો હતો. ચોમાસા ને હજુ બે માસ બાકી હોઈ ત્યારે ગત વર્ષ થી વરસાદ વધે તેવી શક્યતા છે. રાજકોટ માં સૌથી વધુ 61ઇંચ વરસાદ નો રેકોર્ડ નોંધાયેલ છે.

રાજકોટમાં ભારે વરસાદથી જાહેર રસ્તાઓ ભંગાર થયા છે. રાજકોટ મહાનગરપાલિકા ના ખાડાબૂરી રસ્તા રીપેર નું બિલ કરોડોમાં પડે છે. ગત વર્ષે 3000 ખાડા બુર્યા અને રસ્તા રીપેર થયા હતા. ગત વર્ષ ખાડા બુરવા અને રસ્તા નું સમારકામ પાછળ રૂપિયા 10 કરોડ ખર્ચાયા હતા. 25 કિલો મિટર નો રોડ બંને તેટલો ખર્ચ રસ્તા રીપેરીંગમાં છે. આ વખતે રસ્તા તૂટ્યા અને ખાડા પડ્યા નો સર્વે શરૂ થશે ત્યારબાદ રસ્તા તૂટ્યા ના નુકશાનનો અંદાઝ આવશે.

આ સિવાય દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં મેઘતાંડવથી જળબંબાકાર થયો છે. નવસારી, વલસાડ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ વરસ્યો છે. નવસારીના વાંસદા અને વલસાડના કપરાડામાં બારે મેઘ ખાંગા થયા છે. કપરાડામાં સાડા ઓગણીસ ઈંચથી જળબંબાકાર થયો છે.

વાંસદામાં પણ 16 ઈંચથી વધુ વરસાદથી સર્વત્ર પાણી પાણી થયું છે. વલસાડના ધરમપુરમાં પણ 14 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. ડાંગમાં પણ સતત 36 કલાકથી મેઘરાજા અનરાધાર થયા છે. ચારેય જિલ્લાના મોટાભાગના તાલુકામાંથી 4 થી 20 ઈંચ વરસાદ વરસ્યો છે. ચારેય જિલ્લાની તમામ નદીઓ પૂરની સ્થિતિ સર્જાઈ છે.