રાજકોટમાં ગઈકાલે પોણા થી એક ઇંચ વરસાદ પડ્યો હતો. માત્ર એક ઇંચ વરસાદ અને પવને પ્રિ મોન્સૂન ની પોલ ખોલી પાડી હતી. માત્ર રાજકોટ મહાનગરપાલિકા નહીં પરંતુ પીજીવીસીએલ સહિત સરકારી વિભાગો નું પ્રિમોન્સૂન પાણીમાં છે.

ભારે પવન સાથે વરસાદ પડતાં 40 જેટલા વૃક્ષ પડ્યા હતા. મનપાની ટિમ દ્વારા તાબડતોબ વૃક્ષ રસ્તોઓ પરથી હટાવ્યા હતા. તો શહેરમાં એક હોડીગ્સ પણ ધરસાઈ થયા હતા. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. ગઈકાલે ભગવતીપરામાં કાચા મકાન પર ગ્રુપ પડતાં એક વ્યક્તિને ઇજા થઇ હતી..

જ્યારે ગઈકાલે 18 ફીડરો બંધ થતાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ગઈકાલ સાંજે ખરાબ હવામાનના કારણે મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી.

તેની સાથે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર ના વરસાદ સાથે ભારે પવન જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં 500 વીજપોલ ને નુકશાન થયું છે. જ્યારે 95 થી વધુ ફીડર ટ્રીપ થયા છે. રાજકોટ સર્કલમાં 800થી વધુ વીજ પુરવઠો ખોરવાયાની ફરિયાદ મળી છે. આ સિવાય જામનગર માં 144, પોરબન્દરમાં 122, જૂનાગઢમાં 53 અને અમરેલી માં 49 વીજ પોલ ડેમેજ થયા છે. રવિવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.