અમદાવાદ ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટ અંગેના પ્રોજેક્ટ અને પ્લાન સામે ગુજરાત હાઇકોર્ટેમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રી ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગાંધીજીના મૂલ્યો અને સિદ્ધાંતો પર તરાપ વાગશે તે મતલબની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. ગાંધીજી સાથે જોડાયેલા આશ્રમ અને આસપાસ અંતેવાસીઓ માટે કોર્ટનો હસ્તક્ષેપ જરૂરી હોવાની દાદ મંગાઈ હોવાની માહિતી હતી.

ગાંધી આશ્રમના નવીનીકરણ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીઆશ્રમના નવીનીકરણ મૂદ્દે અરજદારની માંગનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. અરજદારની માંગ સ્વીકારનો hcએ ઇન્કાર કર્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, સરકારની બાંહેધરી મુજબ આશ્રમ ની ખ્યાતિ વધશે. ગાંધી આશ્રમના નવીનીકરણ મૂદ્દે hcનું હકારાત્મતક વલણ ધરાવ્યું છે. જુના મકાનોને પૂર્વવત કરાશે તેવી બાંહેધરી સરકારે આપી છે.

પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ મનાતા 1200 કરોડના સાબરમતી આશ્રમ રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ છે. રાજ્ય સરકાર દ્વારા 1200 કરોડના સાબરમતી ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટ માટે નિવૃત્ત આઈએએસ આઈ.કે. પટેલની એક વર્ષ માટે નિમણૂંક પણ કરી દીધી છે.

આશ્રમના ડેવલપમેન્ટ પ્લાનમાં વર્લ્ડક્લાસ ફેસિલિટીનો સમાવેશ

સાબરમતી આશ્રમની વર્લ્ડ કલાસ ફેસિલિટી માટેનો આખો મેપ તૈયાર થઇ ગયો છે. સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન બનાવવામાં આવશે અને તેની સાથે આશ્રમની સાથે જોડાયેલા તમામ મકાનોને હેરિટેજ સ્વરૂપમાં બનાવવામાં આવશે. અહીં ૫ વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફેટો ગેલેરી બનાવવામાં આવશે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે.

ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્લાનની હાઈલાઈટ્સ

આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવીને વર્લ્ડક્લાસ બનાવાશે
૧૨૦૦ કરોડનો ખર્ચ, ૫ મ્યુઝિયમ-૧ અદ્યતન લાયબ્રેરી
આશ્રમવાસીઓના મકાનને બનાવાશે હેરિટેજ પ્લેસ
આશ્રમના ૩૦૦ જેટલા મકાનને હેરિટેજનું સ્થાન
સમગ્ર સંકુલને સાયલન્ટ ઝોન જાહેર કરાશે
આશ્રમમાં રહેનારાને અંદર અલગ જગ્યા અપાશે
હાલના આશ્રમવાસીને બહારના ભાગે ટેનામેન્ટ ફળવાશે
ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ થશે
હરિજન આશ્રમ, ગૌશાળા ટસ્ટ્ર, ખાદી ભવનનો વિસ્તાર થશે
હાલનો રસ્તો બંધ કરી ત્યાં વોક વે બનાવવામાં આવશે