ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થઈ ગયા છે. 50 ટકા ક્ષમતા સાથે ધોરણ 1 થી 5 ની સ્કૂલો શરૂ કરવામાં આવેલ છે. લગભગ 20 મહિનાથી ધોરણ 1 થી 5 ના વર્ગો બંધ થઈ ગયા હતા. કોરોનાને લઈને ધોરણ 1 થી 5 ના વર્ગ બંધ હતા. કોરોનાની SOP સાથે ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે હવે સ્કૂલો શરુ થતા જ વાલીઓનું મુશ્કેલીઓમાં વધારો થયો છે.

 

સ્કૂલો શરુ થતા વાલીઓ પર વધુ એક બોજ વધ્યો છે. અમદાવાદમાં સ્કૂલ વાનના ભાડામાં રૂ. 200 અને રિક્ષા ભાડામા રૂ.100 નો વધારો કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછું ભાડું રૂ.650 આપવું પડશે. જેના લીધે વાલીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

 

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ ભાવ વધારો આગામી ત્રણ વર્ષ સુધી રહેશે. અમદાવાદમાં 7500 સ્કૂલ વાન, 6500 સ્કૂલ રિક્ષા સહિત વર્ધીનાં 15 હજાર વાહન છે. સીએનજી ગેસ, પેટ્રોલ, વીમો, સ્પેરપાર્ટ્સ અને મોંઘવાર વચ્ચે ભાડામાં વધારો થયો છે. સ્કૂલ વર્ધી એસોસિએશનને સ્કૂલ વર્ધીનાં વાહનોમાં 20 ટકા સુધીનો વધારો કર્યો છે.

 

સ્કૂલ વાનનું પાંચ કિમી સુધીનું માસિક ભાડું રૂ. 1800 અને સ્કૂલ રિક્ષાનું ભાડું રૂ. 1050 કરાતા વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે. સ્કૂલ વાનમાં મિનિમમ ભાડું રૂ. 850 કરાયું છે. નવા ભાડાં મુજબ કિલોમીટર દીઠ સ્કૂલ વાનમાં રૂ. 200 અને સ્કૂલ રિક્ષામાં રૂ.100 નો વધારો કરાયો છે. ભાડું વધતા વાલીઓ હેરાન થયા છે. સ્કૂલ વાન અને વાલીઓ બંનેએ પોતાની વેદના કરી વ્યક્ત કરી છે.