રાજકોટ સહિત રાજ્યમાં છેલ્લા થોડા મહિનાઓથી કોરોનાનો કહેર ઓછો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં કોરોનાની બીજી લહેર એટલી ભયંકર હતી કે લોકોને હોસ્પિટલમાં બેડ પણ મળી રહ્યા નહોતા. તેના સિવાય ઓક્સીજન કારણે અનેક લોકોને મોત પણ થયા હતા. પરંતુ આ દરમિયાન રાજકોટ શહેરથી કોરોનાને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે.

રાજકોટમાં ઓક્ટોબર મહિનામાં 6 જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ 16 હજારની આજુબાજુ લોકોને હજુ રસી નો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે. હજુ 65000 લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.

તેની સાથે એ સ્પષ્ટ છે કે, રાજકોટમાં કોરોનાની કહેરની વચ્ચે હજુ પણ લોકોના રસી લેવા રસ ઓછો ધરાવતા જોવા મળી રહ્યા છે. તે આ બાબતમાં સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે.

તેની સાથે રાજકોટ શહેરમાં ૧૧.૪૩ લાખ લોકોનું વેક્સીનેશન કરવા માટે સરકાર દ્વારા ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. તેની સાથે અત્યાર સુધીમાં ૧૧૨૬૧૪૧ લોકો દ્વારા પ્રથમ ડોઝ અને ૬૨૯૧૪૯ લોકો દ્વારા બીજો ડોઝ લેવામાં આવ્યો છે. જ્યારે રાજકોટમાં હજુ પણ ૧૬૮૫૯ લોકોએ પ્રથમ ડોઝ લીધો નથી. જેના કારણે એ વાત સ્પષ્ટ છે કે, રાજકોટમાં હજુ પણ લોકો રસી લેવામાં રસ ધરાવી રહ્યા નથી.