અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે, નોકરી મેળવવા માટે ખોટી ડિગ્રીના દસ્તાવેજો ઉભા કરીને રજૂ કરવામાં આવતા હોય છે. અવાર નવાર આ પ્રકારના કિસ્સા સામે આવતા રહે છે, ત્યારે હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ આવેલા એક કિસ્સામાં, તો UKના વિઝા મેળવવા માટે જ કાઉન્સિલની બનાવટી સનદ તૈયાર કરી દેવામાં આવી છે.

યુકે જવા નકલી વકીલ બનવું ભારે પડ્યું છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે નકલી વકીલ ઝડપી પાડ્યો છે. બ્રિટિશ કાઉન્સીલે ડિગ્રી વેરિફિકેશન માટે સનદ મોકલતા ભાંડો ફૂટ્યો છે. બાર કાઉન્સર ઓફ ગુજરાતએ નકલી સનદ હોવાનો ખુલાસો કર્યો છે. સનદ નંબર અને નામની તપાસ કરતા ખુલાસો થયો છે. આ અગાઉ પણ બાર કાઉનસર ઓફ ગુજરાતે 28 જેટલી નકલી સનદ ઝડપી હતી. નકલી સનદ લેનાર સામે સોલા પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલએ ફરિયાદ
કરી હતી.

UKના વિઝા મેળવવાની પ્રોસેસ માટે એક વ્યક્તિએ ગુજરાત બાર કાઉન્સિલની સનદ રજૂ કરી હતી, જેની ખરાઇ કરવાની વાત આવી ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ધ્યાને આવ્યું, કે ખોટી સનદ રજૂ કરનાર નામની વ્યક્તિ કાઉન્સિલના રેકોર્ડ પર જ નથી!

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન કિશોર ત્રિવેદીએ જણાવ્યું કે અવારનવાર બનાવટી દસ્તાવેજોના આધારે સનદ મેળવવાના કિસ્સા સામે આવતા હોય છે. હાલ બાર કાઉન્સિલે બ્રિટિશ કાઉન્સિલ પાસે આવેલ નકલી સનદ રજૂ કરનારની વિગતો માંગી છે, જેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.