અમદાવાદમાં કોરોનાના કારણે હાહાકાર સર્જાયેલો છે. અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના ૪ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં કોરોના કેસ વધતા ઘણા લોકોના મોત પણ નીપજ્યા છે. જે બાબતમાં ચાઈલ્ડ નોડલ હેલ્પલાઈન દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં શહેરમાં નિરાધાર બનેલા બાળકો તેમજ કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોની માહિતી માટે ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ ને આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ચાઈલ્ડ હેલ્પલાઈન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોરોના મહામારીના લીધે અમદાવાદ શહેરના કેટલાય બાળકો નિરાધાર બન્યા છે કે, પછી માતા-પિતામાં બેમાંથી કોઈ એકને ગુમાવી બેઠા છે. અમદાવાદ શહેરમાં આવા કોઈ બાળકો આપના કુટુંબ, આસપાસ કે ક્યાય રસ્તા પર છે. તો તેમની માહિતી ચાઈલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ પર આપવા અનુરોધ કરો. આવા બાળકોની વિગતો એકત્ર કરી તેમના પ્રશ્નો અને જરૂરિયાતને સમજી વિવિધ સંસ્થાઓ, જીલ્લા બાળ સુરક્ષા એકમ, જીલ્લા બાળ સુરક્ષા સમિતિ, સમાજ, સરકાર, શ્રેષ્ઠીઓને સાથે રાખી ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવે છે. શહેરમાં નિરાધાર બનેલ બાળકો તેમજ કાળજી અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકોને સરકારની વિવિધ યોજનાઓ સાથે જોડાવાનો પ્રયત્ન કરવામાં આવશે.