હાલમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે હવે પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટે તો CNG માં કેમ નહિ ? જેને લઈને રિક્ષાચાલકોએ માંગ કરી છે. CNG ના ભાવ ઘટાડવા રિક્ષાચાલકોની માગ વધી રહી છે. CNG પર લાગતા ટેક્ષ પણ ઘટાડયા છે. CNG ભાવ વધારો પરત ખેચવાની પણ માંગ કરવામાં આવી રહી છે. રિક્ષા ચાલકોને આપ અને કોંગ્રેસ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

સીએનજી ભાવ વધારા વિરોધ સમિતિના કન્વિનરોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલ કરતાં પણ સીએનજીના ભાવમાં ભારે વધારો થયો છે. જેના કારણે લાખો રિક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

રિક્ષા ચાલકોની સતત રજૂઆત છતાં ભાજપ સરકાર તેમની રજૂઆતો સાંભળવા તૈયાર નથી, આ સંજોગોમાં રિક્ષા ચાલકોને સીએનજી ગેસના ભાવ વધારામાંથી તાત્કાલિક રાહત આપવી જોઈએ અને ગેસનો ભાવ વધારો પરત ખેંચવો જોઈએ. જે વારવાર વધી રહેવા ભાવને લઈ રીક્ષા ચાલકોમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.