ફાયર સેફટીને લઈને આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે તમામ હોસ્પિટલે ફાયર એનઓસી મેળવવી ફરજીયાત રહેશે. બીયું પરમિશન વિનાની હોસ્પિટલ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આરોગ્ય વિભાગે પરિપત્ર રજૂ કર્યો છે. હોસ્પિટલમાં ઇમરજન્સી એક્ઝિટ હોવી ફરજીયાત છે. હોસ્પિટલ બીન્ડિંગમાં બે દાદરા રાખવા ફરજીયાત કરવામાં આવ્યું છે. icu માં સ્લાઈડર વિન્ડો, એક્ઝોસ્ટ ફેન હોવો જરૂરી, હોસ્પિટલમાં ઓક્સિજન ઓડિટ કરવાનું ફરજીયાત કરાયું છે.

સુરત શહેર (Surat City)માં છેલ્લા કેટલાક સમયથી સતત ફાયર સેફ્ટી (Fire saftey)ને મુદ્દે નોટિસ આપ્યા છતાં કેટલીક સંસ્થા અથવા સ્કૂલો (Schools)એ ફાયર સેફ્ટી નહીં ઊભી કરતા હવે ફાયર વિભાગ (Fire department) તરફથી આકરા પગલાં લેવામાં આવ્યા છે. સુરતમાં આજથી બે વર્ષ પહેલા સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેટમાં આગ લાગી હતી. આ આગમાં 20 બાળકોનાં મોત થયા હતા. જે બાદમાં તંત્ર તરફથી ફાયર સેફ્ટી મુદ્દે મોટા પ્રમાણમાં કામગીરી કરવામાં આવી હતી.

સુરતમાં આગ લાગ્યા બાદ તંત્રને ખ્યાલ આવ્યો હતો કે અનેક જગ્યા પર ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા જ નથી. આવી મિલકતોને તંત્ર તરફથી ફાયર સેફ્ટી ઊભી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ મામલે તમામને નોટીસો પણ પાઠવવામાં આવી હતી. શહેરમાં આવેલી આવી મિલકતોને એક કરતા વધુ વખત નોટીસ આપવા છતાં તેમના તરફથી આજ દિવસ સુધી ફાયર સેફ્ટી ઊભી કરવામાં આવી નથી. આ મામલે હવે તંત્ર તરફથી લાલ આંખ કરવામાં આવી છે.