વડોદરામાં શુક્રવારના રોજ મકરપુરા જીઆઈડીસીમાં આવેલ કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ભયંકર બોઈલર બ્લાસ્ટ થયો હતો. જેમાં માતા અને પુત્રી સહિત ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા. જેના લીધે આ ઘટના ખૂબ ચર્ચામાં રહી હતી.

જ્યારે, કેન્ટોન લેબોરેટરીઝ માં બ્લાસ્ટના મામલે મોટી જાણકારી સામે આવી છે. કંપની ના બે ડાયરેક્ટરો બે દિવસ ના રિમાન્ડ પર રહેશે. પોલિસે કોર્ટમા રજુ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બોઈલર બ્લાસ્ટમાં કંપનીના ડિરેક્ટરો ના રીપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરવામાં આવી હતી અને તે શંકાના ઘેરામાં રહેલા છે.

નોંધનીય છે કે, વડોદરામાં શુક્રવારના થયેલા મકરપુરા જીઆઈડીસીમાં આવેલ કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ભયંકર બોઈલર બ્લાસ્ટ થયો હતો. જેમાં માતા અને પુત્રી સહિત ચાર વ્યક્તિના મોત થયા હતા. જ્યારે ૧૧ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ગુનામાં પોલીસ દ્વારા બંને ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી.