અમદાવાદના વિરાટનગરમાં ચકચારી સામુહિક હત્યા કેસ સામે આવ્યો છે. ત્યારે આ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ જોતરાઈ છે. પરિવારની હત્યા કર્યા બાદ આરોપી વિનોદે તેના સાસુ ઉપર પણ હુમલો કર્યો હતો. સાસુએ દીકરીનું ઘર બચાવવા અકસ્માતમાં વાગ્યું હોવાનું કહી હુમલાની વાત પોલિસથી છુપાવી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ સાત ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. જે વિનોદ મહારાષ્ટ્રના બુરહાનપુર નો વતની હોવાનું સામે આવ્યું છે.

વિનોદ ગાયકવાડનું પરિવાર મહારાષ્ટ્રના સાંગલીમાં સ્થાઈ થયું છે. પોલીસે આરોપીના વતન સહિત અલગ અલગ સ્થળે શોધખોળ હાથ ધરી છે. વડ સાસુ, પત્ની અને બે બાળકો ની હત્યા કરી આરોપી ફરાર થયો હોવાની શંકા વ્યકત કરવામાં આવી રહી છે. આ આરોપી ટેમ્પો ચાલક અને દારૂ પીવાની લત વાળો હોવાનું સામે આવ્યું છે. જે પત્ની પર શંકા અને આર્થિક સંકળામણને કારણે વારંવાર ઝઘડા થતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે.

આ અંગે એવી માહિતી સામે આવી છે કે, આ પરિવાર 15 દિવસ પહેલા જ નિકોલથી વિરાટનગરની દિવ્ય પ્રભા સોસાયટીમાં રહેવા આવ્યો હતો. આ ઘટના બાદ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.