સુરત શહેરથી મોટા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાત શિક્ષણ માટે ખાનગી કોલેજમાં વધારો થશે. તેની સાઠેર નવી 21 કોલેજોને મંજૂરી આપવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુ. યુનિવર્સિટીએ નવી 21 સ્વનિર્ભર કોલેજોને મંજૂરી અપાઈ છે.

આ સિવાય 6 બીએસસી નર્સિંગ કોલેજો સહિત BBA, LLB, આર્ટસ, બીકોમ, બીએસસી, BCAની નવી કોલેજો શરૂ થશે. BSC ની 2 , B. COMની 3, BBA ની 2, BSCITની 1, BSC માઇક્રોબાયોલોજીની 1, LLBની 3, આર્ટસની 1 , BSC હોમસાયન્સ ની 1 BSC નર્સિંગની 6 અને LLB ઈહિટગ્રેટેડની 1 કોલજો મળી 21 કોલેજો થશે શરૂ કરાશે.

નોંધનીય છે કે, આ સમાચાર બાદ વિદ્યાર્થીઓને સારો લાભ મળશે. કેમકે વિદ્યાર્થીઓ આ કોલેજમાં જઈને અભ્યાસ પૂર્ણ કરી શકશે. જ્યારે હવે 6 બીએસસી નર્સિંગ કોલેજો સહિત BBA, LLB, આર્ટસ, બીકોમ, બીએસસી, BCAની નવી કોલેજો શરૂ થશે. તેનો ફાયદો વિદ્યાર્થીઓને મળશે.