ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જીનિયરીગના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આગામી 6 ઓગસ્ટના દિવસે પરીક્ષા યોજાશે. વિદ્યાર્થીઓ 24 જુલાઈથી બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. ફરજિયાત ઓનલાઈન રિસીપ્ટ જ જોઈશે. મોબાઈલ નંબર અને ઈમેલ આઇડી રજિસ્ટ્રેશન થી પણ રીસીપ્ટ મેળવી શકશે. ગુજકેટની પરીક્ષાની હોલ ટીકીટ વિદ્યાર્થીઓ આજથી ઓનલાઈન મેળવી શકશે. Www.gseb.org સાઇટ પરથી વિદ્યાર્થીઓ હોલ ટીકીટ મેળવી શકશે. 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા યોજાશે. આ વર્ષે ગુજકેટની હોલ ટીકીટ પર સ્કૂલના સહી સિક્કા કરાવવાની જરૂર નહિ રહે.

ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટેની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 26મી જુલાઈથી એસીપીસી દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે અને જે 16મી ઓગસ્ટ સુધી ચાલશે. ચાલુ વર્ષે એઆઈસીટીઈ દ્વારા રાજ્યની કેટલીક કોલેજોમાં કેટલીક બ્રાંચોમાં બેઠકો ઘટાડાઈ છે અને જુની પરંપરાગત બ્રાંચોમાં 1600 બેઠકો ઘટી છે જ્યારે નવી બ્રાંચોમા કેટલીક કોલેજોમાં 900 બેઠકો વધી છે.

ચાલુ વર્ષે ઈજનેરીમાં 15 જેટલી નવી બ્રાંચોમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ ઉપરાંત બાયોલોજીના વિદ્યાર્થીઓ એટલે કે બી ગ્રુપના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે.ગુજકેટના પરિણામ મુજબ અને જેઈઈ મેઈન(એનટીઈના મેરિટ લિસ્ટ-રેન્ક મુજબ) પરિણામ આધારીત અલગ અલગ મેરિટ લિસ્ટ પ્રવેશ સમિતિ દ્વારા જાહેર થશે. આ વર્ષે બ્રાંચ વાઈઝ બેઠકોમાં સૌથી વધુ કમ્પ્યુટર એન્જિનિયરિંગની 15615 બેઠકો છે.જ્યારે મિકેનિકલની 10083, સિવિલની 9599 ,ઈલેક્ટ્રિકલની 6524 અને આઈટીની 5494 બેઠકો છે.